સત્ય. સાહસ. સંકલ્પ.

Nvidia CEO જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેરના આરોપો બાદ

Nvidia CEO જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેરના આરોપો બાદ

Nvidia કંપનીના CEO જેન્સન હુઆંગે 12 નવેમ્બર, 2026ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. હુઆંગ છેલ્લા કેટલાક દિવસોથી ચીની ઉદ્યોગપતિ સાથેના કથિત અફેરને કારણે ચર્ચામાં હતા. મીડિયા અહેરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે 63 વર્ષીય પરિણીત હુઆંગનું એક ચીની મહિલા સાથે અફેર હતું, અને યુએસ અધિકારીઓને શંકા છે કે તે મહિલા ચીની સરકાર માટે જાસૂસી કરી રહી છે. આ આરોપોને કારણે તેમના પદ પર દબાણ વધ્યું હતું.

રાજીનામા બાદ કંપનીએ જાહેરાત કરી છે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસ વચગાળાના CEO તરીકે કાર્યભાર સંભાળશે. કંપની કાયમી CEOની શોધ ચાલુ રાખશે. Nvidiaના બોર્ડે હુઆંગના યોગદાનની પ્રશંસા કરી છે. બોર્ડે જણાવ્યું કે કંપની અને ટેકનોલોજી ઉદ્યોગમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે અને Nvidia આજે વિશ્વની સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી કંપનીઓમાંની એક છે, જે તેમના યોગદાનને કારણે છે.

જેન્સન હુઆંગે Nvidiaની સહ-સ્થાપના કરી હતી અને તેઓ કંપનીમાં 3.61% હિસ્સો ધરાવે છે. રાજીનામા બાદ તેઓ કંપનીના બોર્ડમાં સેવા આપશે નહીં. તેમના રાજીનામાથી વૈશ્વિક AI અને ચિપ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે હુઆંગે Nvidiaને AI ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે કંપનીના ભવિષ્ય અને AI ઉદ્યોગ પર તેની અસર અંગે પ્રશ્નો ઉભા થયા છે.