સત્ય. સાહસ. સંકલ્પ.

બાલીમાં અકસ્માત બાદ નુસરત ભરૂચાને સ્પાઇન સર્જરી માટે મુંબઈ લાવાશે

બાલીમાં અકસ્માત બાદ નુસરત ભરૂચાને સ્પાઇન સર્જરી માટે મુંબઈ લાવાશે

મુંબઈ: અભિનેત્રી નુસરત ભરૂચાને બાલીમાં અકસ્માત નડ્યો છે. તેમની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે અને તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ટીમે જારી કરેલા નિવેદન મુજબ, નુસરતને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવશે, જ્યાં તેમની સ્પાઇન સર્જરી કરવામાં આવશે.

આ નિવેદન બહાર પડ્યા બાદ ચાહકોએ તેમની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઝડપી સ્વસ્થતા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નુસરત કોઈ કામસર બાલી ગયા હતા. કામ પૂરું થયા બાદ તેમણે પોતાનું રહેવાનું લંબાવ્યું હતું. આ દરમિયાન અકસ્માત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નિવેદનમાં નુસરત ક્યારે મુંબઈ પરત આવશે, ઈજાની ગંભીરતા કે અકસ્માતની વિગતો જણાવવામાં આવી નથી. મુંબઈમાં સર્જરી થશે તો સાજા થવામાં જે સમય લાગશે તે દરમિયાન તેમના પ્રોજેક્ટનાં કામ ખોરવાઈ શકે છે.