સત્ય. સાહસ. સંકલ્પ.

બાલીમાં અભિનેત્રી નુસરત ભરૂચાને અકસ્માત, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

બાલીમાં અભિનેત્રી નુસરત ભરૂચાને અકસ્માત, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

બાલીમાં પ્રોફેશનલ કામ માટે ગયેલી અભિનેત્રી નુસરત ભરૂચાને અકસ્માત નડ્યો છે. સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે, તેને શરીરના કયા ભાગમાં અને કેટલી ગંભીર ઇજા થઈ છે તે અંગેની વિગતો હજુ મળી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર નુસરત બાલીમાં એક પ્રોફેશનલ એસાઇનમેન્ટ માટે ગઈ હતી. કામ પૂરું થયા બાદ તેણે ત્યાં રહેવાનો સમય લંબાવ્યો હતો. આ દરમિયાન તેને અકસ્માત થયો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતાં બાલીમાં તેનો રોકાણ વધુ લંબાઈ ગયું છે.

અગાઉ એપ્રિલ 2023માં 'અકેલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન તે આરસની ફરસ પર ઉંધે માથે પટકાઈ હતી. જાન્યુઆરી 2023માં પણ 'છોરી 2'નો એક દ્રશ્ય કરતાં તેને ઈજા થઈ હતી, જે બાદ તેના ચહેરા પર ટાંકા લેવાની જરૂર પડી હોવાનું તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.

નુસરતે 2006માં 'જય સંતોષી મા' ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. બે દાયકાથી લાંબી કારકિર્દી ધરાવતી નુસરતે અભિનય સિવાય પણ પોતાની કારકિર્દીમાં અનેક ભૂમિકાઓ ભજવી છે.