દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSEના IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબસ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહ્યું અને સબસ્ક્રિપ્શનનું સ્તર વધતું રહ્યું.
18 સપ્ટેમ્બર, 2026ના સાંજે 4:06 વાગ્યા સુધી NSE IPO કુલ 1.04 ગણો સબસ્ક્રાઇબ થયો છે. QIB કેટેગરીમાં 1.32 ગણું, NIIમાં 1.46 ગણું અને એમ્પ્લોયી કેટેગરીમાં 1.42 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે, જ્યારે રિટેલ કેટેગરીમાં 69% સબસ્ક્રિપ્શન થયું છે. કુલ 9,21,01,392 શેર માટે બિડ મળી છે.
IPOમાં કુલ 8,86,42,912 શેર બિડિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ શેરોની કુલ કિંમત ₹22,561.57 કરોડ છે. IPO માટેની પ્રાઇઝ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
કેટેગરી પ્રમાણે જોઈએ તો NII (Non Institutional Investors) કેટેગરીમાં પ્રથમ દિવસે 72% સબસ્ક્રિપ્શન થયું હતું, જે બીજા દિવસે વધીને 145% થઈ ગયું. QIB કેટેગરીમાં પ્રથમ દિવસે માત્ર 19% ભરાયું હતું, જે બીજા દિવસે 132% સુધી પહોંચ્યું. રિટેલ રોકાણકારોની કેટેગરીમાં પ્રથમ દિવસે 44% સબસ્ક્રિપ્શન થયું હતું, જે બીજા દિવસે 69% થયું. એમ્પ્લોયી કેટેગરીમાં પ્રથમ દિવસે 96% સબસ્ક્રિપ્શન બાદ બીજા દિવસે આ આંકડો 140% સુધી પહોંચ્યો.
બીજા દિવસે મળેલા મજબૂત પ્રતિસાદ સાથે NSE IPOનું કુલ સબસ્ક્રિપ્શન 104 ટકા સુધી પહોંચી ગયું છે. જોકે, બજારમાં ચર્ચા એ પણ છે કે IPOનો GMP (Grey Market Premium) ઘટ્યો છે.