નોર્ધન રેલવેએ દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના રૂટ પર ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દોડશે, જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે.
દિલ્હી, ચંડીગઢ, વારાણસી જેવા શહેરોમાંથી પોતાના વતન જનારા મુસાફરો માટે આ ટ્રેનો રાહતરૂપ બનશે. આ તમામ ટ્રેનોના સમય અને રૂટ નીચે મુજબ છે.
પ્રથમ ટ્રેન 04209 વારાણસીથી દર સોમ, બુધ અને શુક્રવારે રાત્રે 10:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:45 વાગ્યે દિલ્હી પહોંચશે. વળતી ટ્રેન 04210 દિલ્હીથી દર મંગળ, ગુરુ અને શનિવારે સાંજે 6:50 વાગ્યે ઉપડીને સવારે 9:50 વાગ્યે વારાણસી પહોંચશે. આ ટ્રેન 2 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલશે.
બીજી ટ્રેન 04213 અયોધ્યા કેન્ટથી દર ગુરુ અને રવિવારે સાંજે 6:20 વાગ્યે રવાના થઈને સવારે 6:10 વાગ્યે આનંદ વિહાર પહોંચશે. વળતી ટ્રેન 04214 આનંદ વિહારથી દર શુક્ર અને સોમવારે સવારે 9:00 વાગ્યે નીકળીને રાત્રે 10:00 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ટ્રેન 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે.
ત્રીજી ટ્રેન 04512 ચંડીગઢથી દર ગુરુવારે રાત્રે 11:35 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે 9:15 વાગ્યે પટના પહોંચશે, જ્યારે ટ્રેન 04511 પટનાથી દર શુક્રવારે રાત્રે 11:15 વાગ્યે રવાના થઈને શનિવારે રાત્રે 9:40 વાગ્યે ચંડીગઢ પહોંચશે. આ ટ્રેન 1 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચાલશે.
ચોથી ટ્રેન 04616 ફિરોઝપુર કેન્ટથી દર મંગળવારે બપોરે 12:00 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 6:35 વાગ્યે પટના પહોંચશે. વળતી ટ્રેન 04615 પટનાથી દર બુધવારે રાત્રે 8:20 વાગ્યે નીકળીને બીજા દિવસે રાત્રે 11:55 વાગ્યે ફિરોઝપુર પહોંચશે. આ ટ્રેન 6 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે.
પાંચમી ટ્રેન 04227 વારાણસીથી દર ગુરુ અને રવિવારે સવારે 11:05 વાગ્યે રવાના થઈને બીજા દિવસે સવારે 4:20 વાગ્યે ચંડીગઢ પહોંચશે. વળતી ટ્રેન 04228 ચંડીગઢથી દર શુક્ર અને સોમવારે સવારે 6:00 વાગ્યે ઉપડીને રાત્રે 12:55 વાગ્યે વારાણસી પહોંચશે.
રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનના સમય અને સ્ટેટસની માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી લે, કારણ કે તહેવારો દરમિયાન સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.