સત્ય. સાહસ. સંકલ્પ.

NMACCમાં 'ધ લાઇબ્રેરી'ની શરૂઆત, લોન્ચમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ ચમક્યાં

NMACCમાં 'ધ લાઇબ્રેરી'ની શરૂઆત, લોન્ચમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ ચમક્યાં

મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં શનિવારે 'ધ લાઇબ્રેરી'નું લોન્ચ યોજાયું હતું. આ નવી જગ્યામાં પુસ્તકો, ભોજન અને સંસ્કૃતિ એકસાથે મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે.

લોન્ચ ઇવેન્ટમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે જોવા મળ્યાં. શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર સાથે પહોંચ્યો હતો. કાજોલ તેની દીકરી ન્યાસા દેવગણ સાથે આવી હતી. ઉપરાંત ઓરી, વિક્રાંત મેસી, રાજકુમાર રાવ, રાજુ હિરાની તેમનાં પત્ની મનજીત સાથે અને સોનાલી બેન્દ્રે પણ ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં.

નીતા અંબાણી ક્રીમ રંગના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. તેમના બ્લેઝર પર બટરફ્લાયની ડિઝાઇન હતી, જે ચર્ચામાં રહી. કરીના શિમરી આઉટફિટમાં અને સૈફ ક્રીમ રંગના જેકેટમાં દેખાયા હતા. કાજોલ કાળા આઉટફિટમાં હતી, જ્યારે ન્યાસાએ સફેદ ડ્રેસ પહેર્યો હતો. શાહિદ કાળા આઉટફિટમાં હતો અને મીરાએ સફેદ તથા સિલ્વર રંગનો ડ્રેસ પહેર્યો હતો. ઓરીનો અંદાજ તેના 'તેરે નામ' ફિલ્મના સ્ટાઇલમાં હોવાનું જણાયું હતું. રાજકુમાર રાવ સ્કાય બ્લૂ શર્ટમાં અને વિક્રાંત મેસી બ્લૂ સૂટ સાથે સફેદ શર્ટમાં જોવા મળ્યા હતા. સોનાલી બેન્દ્રેએ કાળા આઉટફિટમાં ગોલ્ડન ડિટેલિંગ સાથેનો અંદાજ પસંદ કર્યો હતો.

NMACCના જણાવ્યા મુજબ, 'ધ લાઇબ્રેરી' પુસ્તકો અને નવા વિચારોમાં રસ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે. અહીં લોકો પોતાની પસંદગીનાં પુસ્તકો વાંચી શકશે અને ચર્ચા તથા ક્રિએટિવ વર્કશોપ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. તેનો હેતુ વાંચનની આદતને પ્રોત્સાહન આપવાનો અને લોકોને કલા તથા સંસ્કૃતિ સાથે જોડવાનો છે. અહીં પુસ્તકો વાંચવાની સાથે ભોજન અને સમય પસાર કરવાનો અનુભવ પણ મળશે.

'ધ લાઇબ્રેરી' 1 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લી થઈ ગઈ છે. અહીં કાવ્યપઠન, વાર્તા સંભળાવવાના સત્રો, બુક ક્લબ, ક્રિએટિવ વર્કશોપ અને પરિવારો માટે કાર્યક્રમો પણ યોજાશે.