સત્ય. સાહસ. સંકલ્પ.

NMACCમાં 'ધ લાઇબ્રેરી'નો શુભારંભ: અંબાણીના પ્રસંગમાં બોલિવૂડ સેલેબ્સ ચમક્યાં, કરીના-સૈફ અને શાહિદ-મીરાએ આપ્યાં કપલ પોઝ

NMACCમાં 'ધ લાઇબ્રેરી'નો શુભારંભ: અંબાણીના પ્રસંગમાં બોલિવૂડ સેલેબ્સ ચમક્યાં, કરીના-સૈફ અને શાહિદ-મીરાએ આપ્યાં કપલ પોઝ

મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે શનિવારે ‘ધ લાઇબ્રેરી’નું લોન્ચ યોજાયું હતું. આ પ્રસંગે બોલિવૂડના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાનો હેતુ પુસ્તકો, ભોજન અને સંસ્કૃતિને એક જ સ્થળે ભેગા કરવાનો છે.

આ ઇવેન્ટમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે જોવા મળ્યા, જ્યારે શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર સાથે પહોંચ્યો હતો. કાજોલ તેની દીકરી ન્યાસા દેવગણ સાથે આવી હતી. ઉપરાંત ઓરી, વિક્રાંત મેસી અને રાજકુમાર રાવે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

નીતા અંબાણી ક્રીમ કલરના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. તેમના બ્લેઝર પર બટરફ્લાયની ડિઝાઇન ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી. કાજોલે બ્લેક આઉટફિટ પહેર્યું હતું, જ્યારે ન્યાસાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો. કરીના શિમરી આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે સૈફ ક્રીમ જેકેટમાં દેખાયો હતો. રાજકુમાર રાવ સ્કાય બ્લૂ શર્ટમાં જોવા મળ્યા હતા. ઓરીએ ‘તેરે નામ’ ફિલ્મની શૈલીમાં સ્ટાઇલિશ લુકમાં હાજરી આપી હતી. શાહિદ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો, જ્યારે મીરાએ વ્હાઇટ અને સિલ્વર ડ્રેસ પહેર્યો હતો. રાજુ હિરાણી તેમની પત્ની મનજીત સાથે પહોંચ્યા હતા. સોનાલી બેન્દ્રે બ્લેક આઉટફિટમાં ગોલ્ડન ડિટેલિંગ સાથે સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. વિક્રાંત મેસી બ્લૂ સૂટ અને સફેદ શર્ટમાં જોવા મળ્યો હતો.

‘ધ લાઇબ્રેરી’ અંગે NMACC તરફથી જણાવાયું છે કે આ નવી જગ્યા પુસ્તકો અને નવા વિચારોમાં રસ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે. અહીં લોકો પોતાની પસંદગીનાં પુસ્તકો વાંચી શકશે અને ચર્ચા તથા ક્રિએટિવ વર્કશોપ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. તેનો હેતુ વાંચનની આદતને પ્રોત્સાહન આપવાનો અને લોકોને કલા-સંસ્કૃતિ સાથે જોડવાનો છે. અહીં પુસ્તકો વાંચવાની સાથે ખાવા-પીવા અને સમય પસાર કરવાનો અનુભવ પણ મળશે.

‘ધ લાઇબ્રેરી’ 1 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લી થઈ ગઈ છે. અહીં કાવ્યપઠન, વાર્તા સંભળાવવાના સત્રો, બુક ક્લબ, ક્રિએટિવ વર્કશોપ અને પરિવારો માટે કાર્યક્રમો પણ યોજવામાં આવશે.