કડી ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રશંસા કરી હતી.
શંકરભાઈએ કહ્યું કે સામાન્ય રીતે સત્તા ન હોય ત્યારે રાજકારણમાં વ્યક્તિ જાહેર જીવન કે સંગઠનના કામોથી દૂર થઈ જતી હોય છે. પરંતુ નીતિનભાઈ પટેલે સત્તા વગર પણ સતત જનપ્રતિનિધિ જેવો જ લોકસંપર્ક જાળવી રાખ્યો છે.
કડી APMCમાં નીતિનભાઈ પટેલની સક્રિયતાનો ઉલ્લેખ કરતા શંકરભાઈએ કહ્યું કે તેઓ હોદ્દા માટે નહીં, પરંતુ ખેડૂતો અને વેપારીઓના કલ્યાણ માટે જ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. બોર્ડમાં તેમની ઉપસ્થિતિ માત્ર જ સંસ્થાની પારદર્શિતા અને ગેરરીતિમુક્ત વહીવટની ગેરંટી બની જાય છે.