રવિવારે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં 'બોમ્બે ટાઈમ્સ ફેશન વીક ઑક્ટોબર 2026'ના ત્રીજા દિવસે બોલિવૂડના અનેક સ્ટાર્સ અને મોડેલ્સે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નતાશા સ્ટેનકોવિક, ઉર્વશી રૌતેલા, અનન્યા બાંગર અને રીતી તિવારીએ રેમ્પ વૉક કરીને ડિઝાઇનર્સના કલેક્શન રજૂ કર્યા હતા.
બીજી તરફ, રિલાયન્સ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ રવિવારે મુંબઈ નજીક કરજતમાં 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય' પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમની દીકરી ઈશા અંબાણી પણ હાજર રહી હતી.
100 એકરમાં ફેલાયેલી આ સંસ્થાનો હેતુ અનાથ બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગોને જીવનભર માટે ઘર અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ ટાઉનશિપ 5,000થી વધુ રહેવાસીઓને કાયમી આશ્રય આપશે, જેમાં અનાથ બાળકો, વૃદ્ધો અને બૌદ્ધિક અથવા શારીરિક રીતે દિવ્યાંગ લોકોનો સમાવેશ થાય છે. સંભાળ રાખતા કર્મચારીઓ, ડૉક્ટરો અને તેમના પરિવારોને મળીને અહીં આશરે 15,000 લોકોનો સમુદાય તૈયાર થશે.
ફેશન વીકમાં ઉર્વશી રૌતેલાએ રેમ્પ વૉક કર્યું હતું. હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને મોડેલ નતાશા સ્ટેનકોવિક પણ ફેશન વીકમાં સામેલ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને કોચ સંજય બાંગરની ટ્રાન્સવુમન દીકરી અનન્યા બાંગરે ડિઝાઇનરોનું કલેક્શન રજૂ કર્યું હતું. ભાજપ સાંસદ મનોજ તિવારીની દીકરી રીતી તિવારી પણ ફેશન વીકમાં સામેલ થઈ હતી. એક્ટ્રેસ દીપ્તિ પણ ફેશન વીકમાં જોવા મળી હતી.