સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડે ભારતને 244 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા 89 રને ઓલઆઉટ

ન્યૂઝીલેન્ડે ભારતને 244 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા 89 રને ઓલઆઉટ

ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ટીમને 244 રનની કરારી હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 333 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 26.4 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારતીય પારીની શરૂઆત અત્યંત ખરાબ રહી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરને પેવેલિયન ભેગા કર્યા. ત્રણેય બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. પરિણામે ભારતે પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને ત્રણ વિકેટ ગુમાવી દીધી.

હેનરીની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. એક પછી એક વિકેટ પડતાં ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ અને મેચમાં વાપસી કરી શકી નહીં.

નોંધનીય છે કે આ હાર છતાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. પાંચમી અને અંતિમ વનડે રવિવારે રમાશે.