ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ઈન્ડિયા-A સામેની 3 અન-ઑફિશિયલ ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 11 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સિનિયર ટીમની આગામી ટેસ્ટ સિરીઝ પહેલાં રેડ-બોલ તૈયારી માટે મહત્વપૂર્ણ છે.
સિરીઝ 24 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ લિંકનના બર્ટ સટક્લિફ ઓવલમાં રમાશે. આ સિરીઝનો હેતુ 19 નવેમ્બરથી શરૂ થનારી સિનિયર ટીમની 2 ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં ખેલાડીઓને રેડ-બોલ ફોર્મેટની તૈયારી કરાવવાનો છે.
કેન્ટરબરીના રાઈસ મારિયૂ પ્રથમ બે મેચોમાં ન્યૂઝીલેન્ડ-A ટીમના કેપ્ટનશિપ કરશે. ત્રીજી મેચના કેપ્ટનનો નિર્ણય પછીથી લેવામાં આવશે. મારિયૂએ 2 વન-ડેમાં એક અડધી સદી સહિત 76 રન બનાવ્યા છે.
ટીમમાં આદિ અશોક, ક્રિસ્ટિયન ક્લાર્ક, ડીન ફોક્સક્રોફ્ટ, મેટ ફિશર, મિચ હે, જેડન લેનોક્સ, બેન લિસ્ટર, હેનરી નિકોલ્સ અને ટિમ રોબિન્સનનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે. નિક કેલી ત્રીજી મેચમાં રમી શકે છે.
ઈન્ડિયા-A ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રિષભ પંત અને વોશિંગ્ટન સુંદર જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સિરીઝ બ્લેકકેપ્સની ભારત સામેની વ્હાઇટ-બૉલ સિરીઝ અને ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક 50 ઓવરની સ્પર્ધા ફોર્ડ ટ્રોફીની સાથે યોજાશે. દરેક મેચ માટે 13 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જ્યારે બાકીના ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટની જવાબદારીઓ માટે ઉપલબ્ધ રહેશે.
કેન્ટરબરીના ઓલરાઉન્ડર કેમ પૉલ પણ ન્યૂઝીલેન્ડ-A તરફથી ડેબ્યૂ કરી શકે છે. ઈજાને કારણે તે છેલ્લો પ્રવાસ રમી શક્યો નહોતો. 21 વર્ષીય કેમ પૉલે પોતાની પાંચ ફર્સ્ટ-ક્લાસ મેચમાં બે વખત પાંચ વિકેટ ઝડપી છે. તેની બોલિંગ સરેરાશ 22થી થોડી ઓછી છે.
ઈન્ડિયા-A સામે ન્યૂઝીલેન્ડ-Aની ટીમ:
પ્રથમ મેચ: રાઇસ મારિયૂ (કેપ્ટન), મેટ બોયલ, મેક્સ ચૂ, ક્રિસ્ટિયન ક્લાર્ક, ડીન ફોક્સક્રોફ્ટ, જેક ગિબ્સન, મિચ હે (વિકેટકીપર), કર્ટિસ હીફી, સાયમન કીન, જેડન લેનોક્સ, જારોડ મેકે, ટિમ રોબિન્સન, ફ્રેઝર શીટ.
બીજી મેચ: રાઇસ મારિયૂ (કેપ્ટન), મેટ બોયલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, જેક ગિબ્સન, મિચ હે (વિકેટકીપર), કર્ટિસ હીફી, સાયમન કીન, જેડન લેનોક્સ, જારોડ મેકે, ટિમ રોબિન્સન, ફ્રેઝર શીટ.
ત્રીજી મેચ: આદિ અશોક, મેટ બોયલ, મેક્સ ચૂ (વિકેટકીપર), ડીન ફોક્સક્રોફ્ટ, કર્ટિસ હીફી, સાયમન કીન, નિક કેલી, બેન લિસ્ટર, રાઇસ મારિયૂ, જારોડ મેકે, કેમ પૉલ, હેનરી નિકોલ્સ, ફ્રેઝર શીટ.