સત્ય. સાહસ. સંકલ્પ.

નેતન્યાહૂનું UNGAમાં નિવેદન: 'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત'

નેતન્યાહૂનું UNGAમાં નિવેદન: 'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત'

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લી (UNGA)માં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભાષણ આપતાં જ ઈરાન સાથેના યુદ્ધ અને તેના પરમાણુ સંબંધિત મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ઈરાનના પરમાણુ સંશોધનને નષ્ટ કરવું અઘરું હતું, પરંતુ જો તે નિર્ણય લેવામાં ન આવ્યો હોત તો 'આપણે બધા મરી ગયા હોત'. નેતન્યાહૂએ આ નિર્ણયને પોતાના વડાપ્રધાન તરીકેના સૌથી સહેલા નિર્ણયોમાંનો એક ગણાવ્યો હતો.

તેમના ભાષણની શરૂઆત થતાં જ હોલમાં હાજર રાજદ્વારીઓની એક મોટી સંખ્યાએ સભાગૃહ છોડી દીધું હતું. જેમ રાજદ્વારીઓ બહાર નીકળી રહ્યા હતા, તેમ તેમની પાછળ ઊભેલા કેટલાક સમર્થકોએ તાળીઓ પાડી અને હિબ્રુમાં 'અમ ઈસ્ત્રાયલ ચાઈ' (ઈઝરાયલના લોકો જીવંત છે)ના નારા લગાવ્યા હતા.