ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે સાંજે દુબઈથી રવાના થયેલી ફ્લાઇટના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે કેપ્ટનને ઇઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વ માટે હીરો ગણાવ્યા હતા. સાથે જ તેમને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
નેતન્યાહૂએ કેપ્ટનને કહ્યું, 'તમે ઇઝરાયલ માટે હીરો છો, ભારત માટે હીરો છો અને સમગ્ર વિશ્વ માટે હીરો છો.' આમંત્રણમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઇઝરાયલના સ્વતંત્રતા દિવસે મશાલ પ્રગટાવવા આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન થયેલી ભાવનાત્મક વાતચીતમાં નેતન્યાહૂએ કેપ્ટનને પૂછ્યું કે આ બધું કેવી રીતે શરૂ થયું, ત્યારે કેપ્ટને કોકપીટમાં પસાર થયેલી ભયાનક ક્ષણોની નવી વિગતો શેર કરી હતી.