મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એક નેપાળી યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ ગ્રાઉન્ડ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ આવેલું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મનોજ થાપા તરીકે થઈ છે. તે નજીકમાં આવેલી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે અને કાયદેસરની તપાસ ચાલી રહી છે.