સત્ય. સાહસ. સંકલ્પ.

નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મી નારાયણ શર્મા, 12 વર્ષની ઉંમરે છોડ્યું ઘર, જાણો પૂરી કહાણી

નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મી નારાયણ શર્મા, 12 વર્ષની ઉંમરે છોડ્યું ઘર, જાણો પૂરી કહાણી

બાબા નીમ કરોલીના જીવન પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર સફળતાના નવા માપદંડ જૂથી રહી છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 150 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની સફળતા બાદ બાબા નીમ કરોલી પ્રત્યે લોકોની આસ્થા અને ઉત્સુકતા વધી છે. ઉત્તરાખંડના કૈંચી ધામથી લઈને ઉત્તર પ્રદેશના નીમ કરોરી આશ્રમ સુધી ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચી રહ્યા છે.

ધાબળો ઓઢીને બેઠેલા બાબાની તસવીર તો ઘણા લોકોએ જોઈ છે, પણ શું તમે જાણો છો કે તેમનું અસલી નામ શું હતું અને તેમણે નાની ઉંમરે ઘર કેમ છોડ્યું હતું?

બાબા નીમ કરોલીનું અસલી નામ લક્ષ્મી નારાયણ શર્મા હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારે તેમને આ નામ આપ્યું હતું.

નાનપણમાં જ તેમની માતાનું અવસાન થયું. આ ઘટના બાદ તેમનું મન સંસારના મોહ-માયાથી વિમુખ થઈ ગયું. તેમની ઇચ્છા ભગવાન રામને મેળવવાની હતી. રામભક્તિમાં લીન થવાની આકાંક્ષાએ તેમને હનુમાનજીની ભક્તિ તરફ વાળ્યા. હનુમાન ભક્તિમાં તેઓ એટલા લીન થઈ ગયા કે માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ઘર અને ગામ છોડી દીધું. જંગલો અને અલગ-અલગ રાજ્યોમાં ભ્રમણ કરતાં તેમને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેમણે પોતાનું સાંસારિક નામ પણ ત્યજી દીધું.

ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યા પછી લક્ષ્મી નારાયણ સાધુ-સંતો સાથે રહેવા લાગ્યા અને મોટાભાગનો સમય તપસ્યા અને ભક્તિમાં વિતાવવા લાગ્યા. શરૂઆતમાં લોકો તેમને પ્રેમથી ‘મહારાજ જી’ કહીને બોલાવતા. દક્ષિણ ભારતના ભ્રમણ બાદ તેઓ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ સ્થિત ‘નીમ કરોરી’ ગામે પહોંચ્યા. અહીં તેઓ લાંબા સમય સુધી રહ્યા અને સાધના કરી. ત્યારથી ભક્તો તેમને ‘નીમ કરોરી બાબા’ અથવા ‘બાબા નીમ કરોલી’ તરીકે ઓળખવા લાગ્યા.

બાબાના ભક્તો માને છે કે તેઓ હનુમાનજીના સાક્ષાત અવતાર હતા અને તેમનામાં ચમત્કારિક શક્તિઓ હતી. તેઓ ભક્તોના દુઃખ ક્ષણભરમાં દૂર કરતા હતા. આજે પણ લાખો ભક્તો બાબાના આશ્રમોમાં તેમની ઉપસ્થિતિ અનુભવે છે.