સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ: NCBના દરોડામાં ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ: NCBના દરોડામાં ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોહમ્મદી પાર્ક નજીક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક મકાનના ભોંયરામાંથી MD ડ્રગ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. સ્થળ પરથી કરોડો રૂપિયાનો કાચો માલ પણ કબજે કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીની કોફી શોપમાં પણ સર્ચ કરવામાં આવી રહી છે. હાલમાં NCBની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે અને વધુ વિગતો જાહેર થવાની બાકી છે.

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે અમદાવાદના રાણીપમાં એક સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું. આ દરોડો તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ. વધુ માહિતી મળતાં જ તાજા સમાચાર ઉમેરવામાં આવશે.