સત્ય. સાહસ. સંકલ્પ.

નાયરા એન્જીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું કર્યું, અમદાવાદમાં ભાવ વધ્યા

નાયરા એન્જીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું કર્યું, અમદાવાદમાં ભાવ વધ્યા

નાયરા એન્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. નવા ભાવ શનિવાર સવારથી લાગુ થઈ ગયા છે.

અમદાવાદમાં આ વધારા બાદ એક લિટર પેટ્રોલ ₹106.83 અને ડીઝલ ₹100.92નું થઈ ગયું છે. ભોપાલમાં પેટ્રોલ ₹119.54 અને ડીઝલ ₹103.64 પ્રતિ લિટર થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ, છૂટક ભાવો અને વધતી કિંમત વચ્ચેનો તફાવત ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલાં પણ ભાવ વધારાયા હતા. વર્ષની શરૂઆતમાં ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો પ્રભાવિત થયો હતો, ત્યારે કંપનીએ 26 માર્ચે પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું કર્યું હતું. બાદમાં પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટ્યા, ત્યારે 1 જુલાઈએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર સસ્તું કરવામાં આવ્યું હતું.

સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ હાલ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જિયોએ પણ હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ખાનગી કંપનીઓએ ભાવ વધાર્યા બાદ સરકારી તેલ કંપનીઓએ પણ કિંમતો વધારી હતી. મે મહિનામાં IOC, BPCL અને HPCLએ મોંઘા આંતરરાષ્ટ્રીય ક્રૂડનો હવાલો આપીને હપ્તામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપોમાંથી 90%થી વધુ પર આ ત્રણેય સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.