નવસારીના રેલવે ઓવરબ્રિજ પર જોખમી બાઇક સ્ટંટ કરીને સોશિયલ મીડિયા માટે રીલ બનાવનારા બે યુવકોની નવસારી પોલીસે ધરપકડ કરી છે. લાઇક્સ અને લોકપ્રિયતાની ઘેલછામાં બાઇક ઊંચી કરીને આ સ્ટંટ કરવામાં આવ્યો હતો. આ સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા.
પોલીસની તપાસમાં આરોપીઓના નામ સુરજ અને આશિક અલી હોવાનું સામે આવ્યું છે. બંને મિથીલાનગરીના રહેવાસી છે. આ જોખમી સ્ટંટને કારણે માત્ર સ્ટંટ કરનારા યુવકો જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ પણ જોખમમાં મુકાયો હતો.
નવસારી પોલીસે આ યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા સ્ટંટ રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ગંભીર અકસ્માત નોતરી શકે છે. પોલીસે યુવાનોને આવા જીવલેણ સ્ટંટથી દૂર રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.