સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિનો છઠ્ઠો નોરતો: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગરબાની રમઝટ, અમિત શાહે રૂપાલમાં દર્શન કર્યાં

નવરાત્રિનો છઠ્ઠો નોરતો: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગરબાની રમઝટ, અમિત શાહે રૂપાલમાં દર્શન કર્યાં

નવરાત્રિના છઠ્ઠા નોરતે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી. શહેરોના ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા હતા.

અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ટ્રાફિકના કારણે ખેલૈયાઓ ફસાયા હતા. સુરતમાં હર્ષ સંઘવીએ 'વાલા આ તો વાલપનું છે વ્હાલ' ગીત ગાયું, જ્યારે રાજકોટમાં નવમ રાસમાં ટીટોડાની મોજ જોવા મળી.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કર્યું અને ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો. તેમણે માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી દર્શન આરતી કરી અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી.