સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ ઉપવાસમાં એનર્જેટિક રહેવા માટે બનાવો કેળા-અખરોટ કેક અને ફ્રૂટ કસ્ટર્ડ

નવરાત્રિ ઉપવાસમાં એનર્જેટિક રહેવા માટે બનાવો કેળા-અખરોટ કેક અને ફ્રૂટ કસ્ટર્ડ

નવરાત્રિના નવ દિવસના ઉપવાસ દરમિયાન શરીરમાં ઉર્જા જળવાઈ રહે તે જરૂરી છે. ખાસ કરીને જ્યારે ગરબા મહોત્સવ પણ ચાલતો હોય ત્યારે થાક લાગે છે. એટલે ઉપવાસમાં એવી વાનગીઓ લેવી જોઈએ જે પેટ ભરેલું રાખે અને એનર્જી પણ આપે. આવી જ કેટલીક ફરાળી વાનગીઓ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તહેવારોની સિઝનમાં મીઠાઈની માંગ વધે છે. જો તમે કંઈક અલગ અને પૌષ્ટિક બનાવવા માંગતા હો, તો ફળો અને ડ્રાયફ્રૂટ્સની મદદથી આ વાનગીઓ ટ્રાય કરી શકો છો.

ફળો અને ડ્રાયફ્રૂટ્સનું કસ્ટર્ડ

આ કસ્ટર્ડ બનાવવા માટે 1 લીટર દૂધને ધીમી આંચ પર ઉકાળો. દૂધ ઠંડુ થાય એટલે તેમાં કસ્ટર્ડ પાવડર અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરો. તેમાં દ્રાક્ષ અને દાડમના દાણા ઉમેરો. પછી તેને સમારેલા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તમે તમારા મનપસંદ ફળો પણ ઉમેરી શકો છો. બદામ અને ફળોનું કસ્ટર્ડ તૈયાર છે.

કેળા-અખરોટ કેક

આ કેક બનાવવા માટે પાકેલા કેળાની પ્યુરી તૈયાર કરો. તેમાં માખણ, અખરોટ અને ખાંડ નાખીને બરાબર બીટ કરો. જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં થોડું દૂધ પણ ઉમેરી શકો છો. જો બેટર વધારે જાડું લાગે તો થોડું દૂધ ઉમેરો. હવે તેને ઓવનમાં બેક કરો. તૈયાર છે કેળા-અખરોટ કેક.

હાઈડ્રેટેડ રહેવા માટે શું પીવું?

ઉપવાસ દરમિયાન પાણી પીવું જરૂરી છે. આ સિવાય છાશ, દહીં, દૂધ અને મોસંબી જ્યુસનું સેવન કરી શકાય. આ ઉપરાંત દિવસભર પેટ ભરેલું અને એનર્જેટિક રાખે તેવી ફરાળી વાનગીઓ પણ લેવી જોઈએ. આવી ફૂડ હેબિટ નવરાત્રિ દરમિયાન તમને હેલ્ધી અને એનર્જેટિક રાખશે.

ડ્રાયફ્રૂટ્સમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે જરૂરી છે. તેથી ઉપવાસમાં તેનો સમાવેશ કરવો ફાયદાકારક છે.