સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રી 2026: ઘરમાંથી આ 5 વસ્તુઓ નવરાત્રી પહેલા કાઢી નાખો

નવરાત્રી 2026: ઘરમાંથી આ 5 વસ્તુઓ નવરાત્રી પહેલા કાઢી નાખો

શારદીય નવરાત્રી 2026ની શરૂઆત 11 ઓક્ટોબરથી થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો ઘરમાં ગરબાની સ્થાપના કરે છે અને દરરોજ પૂજા-પાઠ કરે છે. નવરાત્રી પહેલા ઘરની સાફ-સફાઈ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર સ્વચ્છ અને વ્યવસ્થિત ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. એટલે લોકો પૂજા સ્થળથી લઈને ઘરના દરેક ખૂણાની સફાઈ કરે છે અને લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવી વસ્તુઓ દૂર કરે છે.

વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલી માન્યતાઓમાં પણ કેટલીક વસ્તુઓ ઘરમાં ન રાખવાનું કહેવામાં આવે છે. જેમાં તૂટેલી, ખરાબ અથવા વપરાશમાં ન હોય તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. નવરાત્રી શરૂ થાય તે પહેલા આ વસ્તુઓ ઘરમાંથી દૂર કરવી જોઈએ.

1. તૂટેલી મૂર્તિઓ કે ફોટા
ઘરમાં રાખેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ કે ફોટા જો ખંડિત હોય અથવા ફોટો ખરાબ થઈ ગયો હોય, તો તેને પૂજા સ્થળેથી દૂર કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર પૂજા ઘરમાં ખંડિત મૂર્તિ રાખવી યોગ્ય માનવામાં આવતી નથી.

2. ખરાબ કે બંધ પડેલો ઇલેક્ટ્રિક સામાન
ઘરમાં જૂનો મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, ઘડિયાળ, ચાર્જર કે બીજો ઇલેક્ટ્રિક સામાન ખરાબ હોય અને લાંબા સમયથી વપરાતો ન હોય, તો તેને દૂર કરવો જોઈએ. વાસ્તુ માન્યતાઓમાં આવી ખરાબ વસ્તુઓ ઘરમાં રાખવી યોગ્ય ગણાતી નથી.

3. તૂટેલા કાચના વાસણો
ઘરમાં તૂટેલા ગ્લાસ, કપ, પ્લેટ, અરીસો કે તૂટેલા વાસણો હોય, તો નવરાત્રી પહેલા દૂર કરવા જોઈએ. વાસ્તુ માન્યતાઓમાં તૂટેલો સામાન ઘરમાં રાખવો યોગ્ય માનવામાં આવતો નથી. સફાઈ દરમિયાન આવો સામાન અલગ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવો જોઈએ.

4. તૂટેલા ચંપલ
કેટલીક વખત જૂના કે તૂટેલા ચંપલ પણ ઘરમાં પડ્યા રહે છે. નવરાત્રી પહેલા તૂટેલા ચંપલ કે બૂટ ઘરમાંથી દૂર કરી દેવા જોઈએ. વાસ્તુ માન્યતાઓ અનુસાર વપરાશમાં ન હોય તેવો તૂટેલો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે.

5. સુકાયેલા છોડ
ઘરમાં વૃક્ષો રાખવા સકારાત્મક માહોલ માટે સારા માનવામાં આવે છે. પરંતુ જો કોઈ છોડ સંપૂર્ણ સુકાઈ ગયો હોય, તો તેને લાંબા સમય સુધી ઘરમાં રાખવો જોઈએ નહીં. નવરાત્રી પહેલા ઘરના કુંડામાંથી સુકાયેલા છોડ દૂર કરી દેવા જોઈએ.

ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રી પહેલા ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી શુભ વાતાવરણ બને છે. નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. 'નવરાત્રી' શબ્દનો અર્થ 'નવ રાત્રિનો સમય' થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે.