વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 26 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્ય અને યમ ગ્રહ વચ્ચે 120 ડિગ્રીનો વિશેષ કોણીય સંબંધ બની રહ્યો છે, જેને 'નવપંચમ રાજયોગ' તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહયોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને યમ વચ્ચે ત્રિકોણાત્મક (૧૨૦ ડિગ્રી) સ્થિતિ સર્જાય છે. જ્યોતિષીઓના મતે, આ યોગનો પ્રભાવ વિવિધ રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળે છે.
હાલમાં સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જ્યારે યમ મકર રાશિમાં સ્થિત છે. આ સ્થિતિને કારણે નવપંચમ રાજયોગ સર્જાયો હોવાનું જ્યોતિષીઓ જણાવે છે. આ સંયોગના પ્રભાવથી કેટલીક રાશિઓના જાતકોને આગામી સમયમાં સકારાત્મક પરિણામો અને લાભ મળવાની સંભાવના છે.
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, તુલા રાશિના જાતકો માટે આ ગ્રહયોગ લાભદાયક રહી શકે છે. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત મળવાની શક્યતા છે. શત્રુઓ પર વિજય મળી શકે છે. વિદેશી વ્યવસાય, આયાત-નિકાસ અને વિદેશી સ્ત્રોતોથી લાભ થવાના યોગ બની શકે છે. આ સમય જીવનમાં ખુશીઓ લાવી શકે છે.
ધન રાશિના જાતકોને આ ગ્રહયોગથી કારકિર્દી અને આર્થિક બાબતોમાં સારા પરિણામો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને પ્રમોશન અથવા પગાર વધારાની તક મળી શકે છે. નવી નોકરીની તકો પણ ઊભી થઈ શકે છે. અટવાયેલા પૈસા પરત મળવાની સાથે દેવામાંથી રાહત મળી શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ સુધરી શકે છે. કાર્યસ્થળે સહકર્મીઓ અને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. સાથે જ સ્વાસ્થ્ય સારું રહેવાની અને તમારી વાતનો પ્રભાવ વધવાની શક્યતા છે.
કન્યા રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લાભદાયક બની શકે છે. આ સમયગાળામાં આત્મવિશ્વાસ વધવાની સાથે વ્યક્તિત્વમાં પણ સુધારો થઈ શકે છે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થઈ સંબંધોમાં મધુરતા આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા નાણાકીય કામ કે સોદા પૂર્ણ થવાની શક્યતા છે. એકંદરે, જીવનમાં સુખ અને સકારાત્મકતા વધશે.
નોંધ: આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતાઓ, રીત-રિવાજોને આધારે રજૂ કરવામાં આવ્યો છે. જ્યોતિષ એ વિજ્ઞાન નથી, અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.