સત્ય. સાહસ. સંકલ્પ.

નર્મદાના રોહદા ગામે યુવકે માતાની કુહાડીથી હત્યા કરી

નર્મદાના રોહદા ગામે યુવકે માતાની કુહાડીથી હત્યા કરી

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોહદા ગામમાં 15મી તારીખે એક ચોંકાવનારી ઘટના બની. કામધંધો ન કરતા પુત્રને માતાએ ઠપકો આપ્યો, જેના કારણે પુત્રએ કુહાડીના ઘા ઝીંકી માતાને મોતને ઘાટ ઉતારી દીધી.

પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, રોહદા ગામના રહેવાસી રાયસિંગ વેસ્તા વસાવા (ઉં.વ. 55)ના દીકરો રાવજી કોઈ કામધંધો કરતો ન હતો અને ગામમાં નવરો રખડતો ફરતો હતો. આ બાબતે માતા ભગડીબેને તેને કામધંધો કરવા અને રખડવાનું ના પાડ્યું. આ ઠપકાથી આવેશમાં આવેલા રાવજીએ ભગડીબેનના માથાના ઉપરના મધ્ય ભાગે અને માથાના પાછળના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા, જેનાથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી.

ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ભગડીબેનનું મૃત્યુ થયું. ડેડિયાપાડા પોલીસે હત્યારા પુત્ર રાવજી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.