સત્ય. સાહસ. સંકલ્પ.

નાના પાટેકર: 35 રૂપિયાની કમાણીથી 80 કરોડની સંપત્તિ સુધીની સફર, 75 વર્ષની વયે નિધન

નાના પાટેકર: 35 રૂપિયાની કમાણીથી 80 કરોડની સંપત્તિ સુધીની સફર, 75 વર્ષની વયે નિધન

પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેમને ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લહેર ફેલાઈ છે.

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951માં મુંબઈમાં થયો હતો. તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર છે. માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ શરૂ કર્યું હતું. મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં તેઓ ફિલ્મ પોસ્ટર પેઇન્ટર તરીકે કામ કરતા હતા. દરરોજ લગભગ 8 કિલોમીટર ચાલીને કામ પર જતા અને મહિને માત્ર 35 રૂપિયા કમાતા હતા.

અભિનયની શરૂઆત તેમણે બોલિવુડમાં નાના રોલથી કરી હતી. ધીમે ધીમે તેમણે પોતાની અભિનય ક્ષમતાના બળે ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી. 1994માં આવેલી ફિલ્મ 'ક્રાંતિવીર' તેમની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં તેમના અભિનયને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ.

એક રિપોર્ટ મુજબ, નાના પાટેકર એક ફિલ્મ માટે અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાનો ચાર્જ લેતા હતા. તેમની કુલ સંપત્તિ (નેટવર્થ) અંદાજે 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમની પાસે મુંબઈના અંધેરીમાં ફ્લેટ અને પુણેના ખડકવાસલામાં આશરે 27 એકરનું ફાર્મહાઉસ હતું. આ ઉપરાંત પુણે, ગોવા અને મુરુડ સહિત અનેક સ્થળોએ તેમની મિલકતો હોવાનું કહેવાય છે.

કરોડોની સંપત્તિ હોવા છતાં નાના પાટેકર અત્યંત સાદું જીવન જીવતા હતા. તેમની સાદગી અને મહેનત માટે તેઓ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા.

અભિનય ઉપરાંત, નાના પાટેકર કુશળ શૂટર પણ હતા. તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને વરિષ્ઠ વય કેટેગરીમાં અનેક મેડલ જીત્યા હતા.