સત્ય. સાહસ. સંકલ્પ.

અમૃતસર સુરમાસના નમન ધીરનો 173 રનનો વિસ્ફોટ, ગેઈલના વિક્રમથી 2 રન દૂર રહ્યો

અમૃતસર સુરમાસના નમન ધીરનો 173 રનનો વિસ્ફોટ, ગેઈલના વિક્રમથી 2 રન દૂર રહ્યો

શેર-એ-પંજાબ T20 લીગ 2026ની 18મી મેચમાં અમૃતસર સુરમાસના કેપ્ટન નમન ધીરે 64 બોલમાં 173 રન ફટકારીને તોફાન મચાવ્યું હતું. તેની આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે, અને સ્ટ્રાઇક રેટ 270.31 રહ્યો હતો. આ પ્રદર્શનથી તેણે ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચનો 172 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો, પરંતુ ક્રિસ ગેઈલના 175 રનના વિક્રમથી તે માત્ર 2 રન દૂર રહી ગયો.

નમન ધીર મુંબઈ ઇન્ડિયન્સ (MI) તરફથી IPL રમે છે. તેની આ ઇનિંગના જોરે અમૃતસર સુરમાસે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 279 રનનો વિશાળ સ્કોર ખડક્યો. જસપ્રીત સિંહે 25 બોલમાં 41 રન ઉમેર્યા, પરંતુ અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. મોહાલી કિંગ્સ તરફથી આયુષ ગોયલે 4 વિકેટ લીધી, પરંતુ રન ખૂબ વહ્યા.

નમન ધીરે IPLમાં અત્યાર સુધી 37 મેચમાં 27.30ની સરેરાશ અને 163.97ના સ્ટ્રાઇક રેટથી 710 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો આ 173 રનનો સ્કોર દર્શાવે છે કે તે આગામી સમયમાં મોટો મેચ વિનર બની શકે છે.