મહારાષ્ટ્રના નાગપુરમાં એસબીઆઈ બેંકમાં લૂંટની એક ઘટના સામે આવી છે. સક્કરદરા વિસ્તારમાં આવેલી બેંકમાં એક શખ્સ ઘૂસી આવ્યો અને તેણે કર્મચારીઓની આંખમાં મરચાનો પાઉડર છાંટી દીધો. આ દરમિયાન તેણે 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને ત્યાંથી નાસી ગયો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે માત્ર 30 મિનિટમાં આરોપીને દબોચી લીધો અને તેની પાસેથી લૂંટાયેલી રકમ કબજે કરી લીધી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તેના ઇરાદા અંગે તપાસ કરી રહી છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી બેંકમાં ઘૂસતો અને કર્મચારીઓ પર મરચું છાંટતો જોઈ શકાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.