ખેડા જિલ્લાના નડિયાદ શહેરના કોલેજ રોડ પર સોમવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં 12 ફૂડ સ્ટોલ અને એક કપડાંનો સ્ટોર બળીને ખાખ થઈ ગયા છે. આગ દરમિયાન 4 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડના 7 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી તેને કાબૂમાં લેવામાં લગભગ 3 કલાક જેટલો સમય લાગી શકે છે. હાલમાં જાનહાનિના કોઈ સમાચાર નથી.
બીજી તરફ, ખેડા જિલ્લાના કપડવંજમાં રત્નાકર માતા રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં એક ઝાડમાં અચાનક આગ લાગી હતી. કપડવંજ ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.