ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલા સંતરામ રોડ પરના સુપર બેકર્સ પર ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. બિનઆરોગ્યપ્રદ બેકરી આઈટમ્સ વેચવાના આરોપમાં દુકાનને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી પાઉંના નમૂના લીધા હતા. આ નમૂનાઓને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ દુકાન પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂડ વિભાગે જણાવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નરે ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે, જરૂર પડ્યે પોલી� ફરિયાદ પણ કરવામાં આવશે.
દરોડા બાદ ખાતરી કરીને કે ખરાબ જથ્થો નહીં વેચાય, ત્યાર બાદ દુકાન નિયમ મુજબ ફરી ખોલવામાં આવી હતી. તંત્રનો હેતુ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો પૂરા પાડવાનો છે.