મ્યાંમારના કયાકટોલ શહેરની માર્કેટ પર મ્યાંમાર વાયુસેનાના બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 58થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 22ની હાલત ગંભીર છે. હુમલો આરાકાન ઓલી પર્વતમાળાની તળેટીમાં આવેલા બજારમાં થયો હતો, જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેને કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ છે.
હુમલાને લીધે ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ હતી, કેટલાય વાહનો સળગી ઉઠ્યાં હતાં અને નદી પરનો પૂલ પણ તૂટી ગયો હતો. આ ઘટના સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જી છે.
મ્યાંમારમાં ફેબ્રુઆરી 2021માં લશ્કરી જુંટાએ લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સત્તા ગ્રહણ કરી હતી. ત્યારબાદ દેશમાં ઠેરઠેર વિરોધ અને સંઘર્ષ ફાટી નીકળ્યા છે. આરાકાન આર્મી સહિતના વિપ્લવી જૂથોએ અનેક વિસ્તારોમાં કબજો જમાવ્યો છે. આરાકાન આર્મીએ રાખીને રાજ્યના 17 શહેરોમાંથી 14 પર નિયંત્રણ મેળવ્યું છે.
રાખીને પ્રદેશમાં રહેતી જાતીય લઘુમતી પોતાની સ્વાયત્તતા માટે સંઘર્ષ કરી રહી છે. તેઓ જંગલોમાં વસે છે, જેના કારણે તેમને દબાવવી મુશ્કેલ બની રહી છે. સંઘર્ષને કારણે આ વિસ્તારમાં ખાદ્યાન્ન સહિત અન્ય ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.