સત્ય. સાહસ. સંકલ્પ.

મુશ્તાક અલી ટ્રોફી: રજત પાટીદારની 135 રનની તોફાની ઇનિંગ્સ, વિદર્ભ અને રાજસ્થાનને સળંગ બીજી જીત

મુશ્તાક અલી ટ્રોફી: રજત પાટીદારની 135 રનની તોફાની ઇનિંગ્સ, વિદર્ભ અને રાજસ્થાનને સળંગ બીજી જીત

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બીજા રાઉન્ડની રવિવારે 19 મેચો રમાઈ હતી. કોલકાતામાં ઓડિશા સામે વિદર્ભે 8 વિકેટે જીત મેળવી. ઓડિશાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જવાબમાં વિદર્ભે 17.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 162 રન કરીને મેચ જીતી લીધી.

વિદર્ભ માટે અથર્વ તાયડેએ 48 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા, જ્યારે દાનિશ માલવરે 42 બોલમાં અણનમ 67 રન કર્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી.

ઓડિશા તરફથી ગૌરવ ચૌધરીએ 53 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. વિદર્ભના નચિકેત ભૂતેએ 22 રન આપીને 4 વિકેટ ઝડપી, જ્યારે યશ કદમને 2 વિકેટ મળી.

અન્ય મેચમાં મુંબઈના BKC ગ્રાઉન્ડ પર રાજસ્થાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઝારખંડને 55 રને હરાવ્યું. રાજસ્થાને 166 રનનો બચાવ કરતા ઝારખંડને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. દીપક ચહરે 18 રન આપીને 2 વિકેટ અને માનવ સુથારે 28 રન આપીને 3 વિકેટ લીધી. રાજસ્થાનની આ સળંગ બીજી જીત છે.

ન્યૂ ચંદીગઢમાં ગ્રુપ Cની મેચમાં મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે 48 બોલમાં 8 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી અણનમ 135 રન ફટકાર્યા. તેમની ઇનિંગ્સના જોરે મધ્યપ્રદેશે આસામને 251 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં આસામે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 32 રન બનાવ્યા છે.

મોહાલીમાં ગ્રુપ Cની બીજી મેચમાં હિમાચલ પ્રદેશે આંધ્ર પ્રદેશને 8 રને હરાવ્યું. હિમાચલે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા, જવાબમાં આંધ્ર પ્રદેશ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન જ કરી શક્યું. હિમાચલ માટે આયુષ જમવાલે 27 બોલમાં 36 રન, નેહલ વડેરાએ 20 બોલમાં 35 રન અને મૃદુલ સુરોચે 21 બોલમાં 26 રન બનાવ્યા. આંધ્ર તરફથી ચેપુરાપલ્લી સ્ટીફને 3 વિકેટ લીધી, જ્યારે કે.વી. સસિકાંત અને બેલીપુડી યસવંતે 2-2 વિકેટ ઝડપી.