બુધવાર, 30 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં ખરાબ હવામાનના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. મુંબઈ જતી ચાર ફ્લાઈટ્સને વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
ડાયવર્ટ થયેલી ફ્લાઈટ્સમાં હૈદરાબાદથી મુંબઈ જતી AI 2447, વિજયવાડાથી મુંબઈ જતી AI 599, ઈન્દોરથી મુંબઈ જતી AI 1780 અને દિલ્હીથી મુંબઈ જતી IndiGo 6E 329નો સમાવેશ થાય છે.
હવામાનમાં સુધારો થયા બાદ અને જરૂરિયાત મુજબ રિફ્યુઅલિંગ પૂર્ણ થયા પછી આ ફ્લાઈટ્સને મુંબઈ માટે રવાના કરવામાં આવશે.
આ ઉપરાંત, લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ ઈરાની ધોમાંથી 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત ડ્રગ્સની કિંમત ₹3 હજાર કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન દરમિયાન ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરી વહાણ સહિત તમામને મુંબઈ લઈ જવામાં આવ્યા છે. સમગ્ર મામલે મલ્ટી એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આજે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. તાજા સમાચાર અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.