સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈમાં ખરાબ હવામાનથી હવાઈ સેવા પ્રભાવિત, 4 ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ

મુંબઈમાં ખરાબ હવામાનથી હવાઈ સેવા પ્રભાવિત, 4 ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે વિમાની સેવાઓ પર અસર પડી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણમાં મુશ્કેલી પડતાં, મુંબઈ જઈ રહેલી ચાર ફ્લાઇટ્સને સલામતીના કારણોસર વડોદરાના હરણી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સની યાદી નીચે મુજબ છે:

  • AI 2447: હૈદરાબાદથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ
  • AI 599: વિજયવાડાથી મુંબઈ તરફ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ
  • AI 1780: ઈન્દોરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ
  • 6E 329: દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ

અચાનક ફ્લાઇટ્સ વડોદરા ખાતે ઉતરતાં એરપોર્ટ પર મુસાફરોની ચહલપહલ વધી ગઈ હતી. મુંબઈમાં હવામાન સુધર્યા બાદ આ તમામ ફ્લાઇટ્સને તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવશે.

અચાનક ડાયવર્ઝનના કારણે મુસાફરોને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો, જોકે એરપોર્ટ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.