સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈ ઈન્ડિયન્સનો નવો કોચિંગ સ્ટાફ જાહેર: ઉથપ્પા બેટિંગ કોચ, પોલાર્ડ હેડ કોચ

મુંબઈ ઈન્ડિયન્સનો નવો કોચિંગ સ્ટાફ જાહેર: ઉથપ્પા બેટિંગ કોચ, પોલાર્ડ હેડ કોચ

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2027 સીઝન માટે તેનો નવો કોચિંગ સ્ટાફ જાહેર કર્યો છે. શુક્રવારે, 30 ઓક્ટોબરે ટીમે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે રોબિન ઉથપ્પા બેટિંગ કોચ બન્યા છે.

ઉથપ્પાએ બેટિંગ કોચ તરીકે કાયરન પોલાર્ડની જગ્યા લીધી છે. પોલાર્ડને થોડા દિવસો પહેલા જ ટીમનો નવો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. પોલાર્ડ પહેલા આ જવાબદારી મહેલા જયવર્ધન સંભાળી રહ્યા હતા.

ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચ રહી ચૂકેલા ટી. દિલીપ મુંબઈ ઈન્ડિયન્સમાં ફીલ્ડિંગ કોચ તરીકે જોડાયા છે. ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર મિચેલ મેક્લેનાઘન બોલિંગ કોચ બન્યા છે. તેઓ લસિત મલિંગાની જગ્યા લેશે, જેમને ટીમે છૂટા કર્યા છે.

આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટીમે જણાવ્યું કે આ નવો કોચિંગ સમૂહ મુંબઈ ઈન્ડિયન્સની સંસ્કૃતિને સમજે છે, તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવ વિપુલ છે અને બધા પ્રતિભા વિકસાવવા તથા સફળતા મેળવવા માટે પ્રતિબદ્ધ છે.

આમ, આઈપીએલ 2027માં મુંબઈ ઈન્ડિયન્સ સંપૂર્ણપણે નવા કોચિંગ સ્ટાફ સાથે મેદાનમાં ઉતરશે.