મુંબઈમાં દિવાળી નજીક આવતાં જ ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. બુધવારે શહેરમાં એક સાથે ઘણી દિવાળી પાર્ટીઓ યોજાઈ, જેમાં અનેક કલાકારો જોવા મળ્યા.
ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં હુમા કુરેશી, અલિઝેહ અગ્નિહોત્રી, મૃણાલ ઠાકુર, સિદ્ધાંત ચતુર્વેદી, શાલિની પાંડે, સોનમ બાજવા, અંશુલા કપૂર, અલી ફઝલ અને રિચા ચઢ્ઢા સહિત ઘણા કલાકારોએ હાજરી આપી. સોનાક્ષી સિંહાએ પતિ ઝહીર ઇકબાલ સાથે પાર્ટીમાં પોઝ આપ્યા, જ્યારે મૌની રોય પરંપરાગત લુકમાં જોવા મળી.
આ પાર્ટીમાં અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયા પણ પહોંચ્યો હતો. સોનેરી કામવાળો ઓફ-વ્હાઇટ કુર્તો પહેરેલા આરવને જોઈને પાપારાઝી અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ તેની સરખામણી પિતા સાથે કરી. ઘણા લોકોએ કહ્યું કે તે પોતાના પિતાના નાના સ્વરૂપ જેવો દેખાય છે. આરવ હાલ લંડનમાં ફેશન ડિઝાઇન અને આર્ટનો અભ્યાસ કરી રહ્યો છે.
બીજી તરફ, ફિલ્મ 'દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન'ની સફળતાની ઉજવણ સાથે યોજાયેલી દિવાળી પાર્ટીમાં અજય દેવગન તેના પુત્ર યુગ દેવગન સાથે પહોંચ્યો હતો. આ ઉપરાંત શ્રિયા સરન, જયદીપ અહલાવત, ઇશિતા દત્તા અને વત્સલ સેઠ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે 'દૃશ્યમ 3' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે. ફિલ્મે ભારતમાં કુલ નેટ 379.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે દુનિયાભરમાં તેનું ગ્રોસ કલેક્શન 587.30 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.
ત્રીજી પાર્ટી અભિનેતા સમર્થ જુરેલની હતી, જેમાં ટેલિવિઝન અને મનોરંજન જગતના અનેક કલાકારો જોડાયા. અહીં અભિષેક બજાજ, એલ્વિશ યાદવ અને અંકિતા લોખંડે સહિતના કલાકારો જોવા મળ્યા. અંકિતા પોતાના પતિ વિકી જૈન સાથે પાર્ટીમાં પહોંચી હતી, જ્યારે અભિષેક બજાજ કુર્તામાં જોવા મળ્યો હતો.
સમર્થ જુરેલ 'ઉડારિયાં', 'મૈત્રી', 'લાફ્ટર શેફ્સ' અને 'બિગ બોસ 17' જેવા શોમાં જોવા મળી ચૂક્યો છે.