છોટા ઉદેપુરના વસેડી ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ મુકેશ રાઠવાએ 2027ની ચૂંટણીને લઈને વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમના આ નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
રાઠવાએ વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું કે, જે લોકો ભાજપને ઘરમાં ભેગા કરવાની વાત કરે છે, તેમને અમે ઘરની બહાર પણ નહીં નીકળવા દઈએ. તેમણે વિપક્ષ અને સીજેપીના વિરોધ પર નિશાન સાધતા જણાવ્યું કે વિરોધીઓ હવે કોકરોચ બની ગયા છે.
આક્રમક રીતે તેમણે વધુમાં કહ્યું કે, “તમને શું લાગતું હતું? આ નેપાળની સરકાર છે? તમને શું લાગતું હતું કે આ બાંગ્લાદેશની સરકાર છે? તમને શું લાગતું હતું કે આ શ્રીલંકાની સરકાર છે? આ મોદીની સરકાર છે. આતંકીઓ ઔર દેશદ્રોહીઓ કો ઘરમેં ઘુસકે મારેંગે. ઘરમેં ઘુસકે મારેંગે.” આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને લોકોમાં તેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.