સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાની MS યુનિવર્સિટીમાં શ્રીજી યાત્રા દરમિયાન બોલાચાલી બાદ મારામારી, ABVP વિદ્યાર્થીને ઈજા

વડોદરાની MS યુનિવર્સિટીમાં શ્રીજી યાત્રા દરમિયાન બોલાચાલી બાદ મારામારી, ABVP વિદ્યાર્થીને ઈજા

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં શ્રીજી યાત્રાના આગમન સમયે બબાલની ઘટના સામે આવી છે. આગમન યાત્રા કાઢવા મુદ્દે હોસ્ટેલના છાત્રો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારી સુધી પહોંચી હતી.

હોમ સાયન્સ ફેકલ્ટી બહાર બંને જૂથ સામસામે આવી ગયા હતા અને છૂટાહાથની મારામારી થઈ હતી. આ ઘટનામાં ABVPના એક વિદ્યાર્થીને ઈજા થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મારામારીમાં ઈજા પહોંચતા તેને 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો.

ઘટનાને પગલે કેમ્પસમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બંને પક્ષોએ એકબીજા પર ઉશ્કેરણી અને હુમલાના આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.