મોટોરોલાનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Motorola Signature 27 ભારત સહિત વૈશ્ચિક બજારમાં 5 નવેમ્બરે લોન્ચ થશે. કંપનીએ તેના સત્તાવાર X હેન્ડલ પર આ તારીખની પુષ્ટિ કરી છે.
આ ફોન ગયા મહિને યોજાયેલા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને Qualcomm Summitમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. કંપનીએ થોડા દિવસ પહેલાં તેને પોતાની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કર્યો હતો. આ ફોન આ વર્ષના પ્રારંભમાં લોન્ચ થયેલા Motorola Signatureનું અપગ્રેડેડ વર્ઝન હશે.
Motorola Signature 27માં Qualcommનું નવું અને સૌથી ઝડપી Snapdragon 8 Elite Extreme Gen 6 પ્રોસેસર આપવામાં આવશે. ગીકબેન્ચ પર આ ફોનને સિંગલ-કોરમાં 3313 અને મલ્ટી-કોરમાં 11088નો સ્કોર મળ્યો હતો. કંપનીએ પ્રોસેસર અંગેની માહિતી પહેલેથી જ કન્ફર્મ કરી છે.
કેમેરા માટે આ ફોનમાં 200MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવશે. ઉપરાંત, 50MPનો Sony LYTIA 910 પ્રાઇમરી કેમેરા પણ હશે. કંપનીએ જણાવ્યું છે કે ફોનમાં ArcticMesh કૂલિંગ સિસ્ટમ હશે, જેમાં ડાયમંડ ઇન્ફ્યુઝ્ડ થર્મલ જેલ, લિક્વિડ મેટલ, કોપર મેશ અને રીડિઝાઇન કરેલો 3D વેપર કૂલિંગ ચેમ્બરનો સમાવેશ થાય છે.
અન્ય સંભવિત ફીચર્સમાં AI ફીચર્સ, પાવરફુલ બેટરી અને OLED ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. ફોન Android 17 પર ચાલશે અને કંપની 7 વર્ષ સુધી OS અપગ્રેડ આપશે તેવી ધારણા છે. કિંમત અંગે લીક થયેલા અહેવાલોમાં 70,000થી 90,000 રૂપિયાની રેન્જનો ઉલ્લેખ છે, પરંતુ કંપનીએ ચિપસેટ અને કેમેરા સિવાયની અન્ય વિગતોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.