શેરબજારમાં ચાલી રહેલી ભારે હલચલ વચ્ચે રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (MOFSL) એ આગામી 12 મહિના માટે 5 શેરની પસંદગી કરી છે અને તેમાં રોકાણ કરવાની સલાહ આપી છે. આ શેરોમાં 39 ટકા સુધીનું વળતર મળી શકે તેવો અંદાજ છે.
બ્રોકરેજ ફર્મે જે 5 શેરની પસંદગી કરી છે તેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એટર્નલ અને ગ્રેન્યુઅલ્સનો સમાવેશ થાય છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: ઓટો સેક્ટરની આ દિગ્ગજ કંપનીના શેરને બ્રોકરેજે 'ખરીદી' રેટિંગ આપ્યું છે. લાંબા ગાળા માટે 4,108 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બરે શેર 3,070 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL): સરકારી ડિફેન્સ કંપનીના શેર પર બ્રોકરેજે ભરોસો વ્યક્ત કર્યો છે. લાંબાગાળા માટે 530 રૂપિયાનો ટાર્ગેટ અપાયો છે, જ્યારે 16 સપ્ટેમ્બરે શેર 385.75 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આમાં લગભગ 39 ટકા સુધીનું વળતર મળી શકે છે. શેરમાં એક મહિનામાં 6 ટકાનો ઘટાડો થયો છે.
એટર્નલ (ઝોમેટોની પેરન્ટ કંપની): ફૂડ એગ્રીગેટર કંપની એટર્નલના શેરને પણ ખરીદીની રેટિંગ મળી છે. 400 રૂપિયાના ભાવ સાથે 26 ટકાના અપસાઇડ ટાર્ગેટની ધારણા છે. 16 સપ્ટેમ્બરે શેર 317 રૂપિયા પર બંધ થયો હતો. શેર છેલ્લા એક મહિનાથી ચોક્કસ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે.
ટાઇટન: ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેર પર પણ ખરીદીની સલાહ છે. 6,000 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બરે શેર 4,908.50 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો, જે એક મહિનામાં 3 ટકાથી વધુ તૂટ્યો છે. BSEના આંકડા મુજબ કંપનીનું માર્કેટ કેપ 4.36 લાખ કરોડ રૂપિયા છે.
ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા: ફાર્મા સેક્ટરની કંપની ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાના શેરને પણ ખરીદીની રેટિંગ સાથે 1,010 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બરે શેર 835.60 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આ મહિનામાં શેર લગભગ સપાટ રહ્યો છે.
અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. આ કોઈપણ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.