સત્ય. સાહસ. સંકલ્પ.

મોર્નિંગ બ્રીફ: એર ઇન્ડિયાની ફ્લાઇટ મોંઘી, UPI ચાર્જ ટળ્યો, સેન્સેક્સમાં સતત 9મા અઠવાડિયે ઘટાડો

મોર્નિંગ બ્રીફ: એર ઇન્ડિયાની ફ્લાઇટ મોંઘી, UPI ચાર્જ ટળ્યો, સેન્સેક્સમાં સતત 9મા અઠવાડિયે ઘટાડો

આજના મુખ્ય સમાચારોમાં હવાઈ મુસાફરી મોંઘી થવાની સાથે શેરબજારમાં ઘટાડો, UPI ચાર્જમાં રાહત અને નાના પાટેકરના નિધનની ઘટનાઓ સામે આવી છે.

1. ઇન્ડિગો પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ મોંઘી: ઇન્ડિગો બાદ એર ઇન્ડિયાએ પણ ફ્યુઅલ ચાર્જ વધારી દીધો છે. આનાથી હવાઈ મુસાફરી ખર્ચાળ બની છે.

2. ટ્રમ્પે ફરી માગ્યો શાંતિનો નોબેલ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી છે.

3. સેન્સેક્સ 1000 પોઇન્ટ ગબડ્યો, સતત 9મા અઠવાડિયે કડાકો: શેરબજારમાં સતત ઘટાડો ચાલુ છે. સેન્સેક્સ 1000 પોઇન્ટ ઘટ્યો છે અને સતત નવમા અઠવાડિયે કડાકો જોવા મળ્યો છે.

4. UPI પેમેન્ટ પર ચાર્જ ટળ્યો: UPI પર ચાર્જ લગાવવાનો નિયમ હાલ પૂરતો ટળી શકે છે. કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2000થી વધુની UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાનો નિયમ લાગુ કરવાની હતી. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે સરકાર આવતા વર્ષની 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કરવા અંગે વિચાર કરી રહી છે. આવું થયું તો ફેસ્ટિવ સીઝનમાં દુકાનદારો અને પેમેન્ટ કંપનીઓને છૂટ આપવામાં આવી શકે છે, એટલે કે UPI ટ્રાન્ઝેક્શન મફત રહેશે.

5. નાના પાટેકરના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર: નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. ગોવા સ્થિત તેમના ઘરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેમને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નાના પાટેકરનો પાર્થિવદેહ પુણે લાવવામાં આવ્યો, જ્યાં ડોંજે ગામમાં રાત્રે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને શ્રદ્ધાંજલિ આપી. અભિનેતા જેકી શ્રોફ અને દિગ્દર્શક અનિલ શર્મા પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા.

6. વેપારીઓને બખ્ખાં: જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે રાહતના મોટા દરવાજા ખુલ્યા છે. કાઉન્સિલનું સમગ્ર ધ્યાન કર દરોમાં મોટા ફેરફાર કરવાના બદલે દેશમાં વેપાર પ્રક્રિયા વધુ સરળ બનાવવા (Ease of Doing Business) અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સંબંધિત વર્ષો જૂના વિવાદોને કાયમ માટે ઉકેલવા પર કેન્દ્રિત રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓની મનસ્વી ધરપકડ રોકવા, ડિલિવરી સર્વિસ પર ટેક્સ ઘટાડવા અને નાના કેસોમાં નોટિસ કલ્ચર ખતમ કરવા જેવા નિર્ણયોને મંજૂરી અપાઈ છે.

7. ધરતી લાલચોળ, 76 વર્ષ પછી સુપર-ડુપર અલ નીનો: દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4°C વધારે પહોંચી ગયું છે. 1950 પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો હોવાનું કહેવાય છે. હવામાન નિષ્ણાતો તેને ‘સુપર-ડુપર અલ નીનો’ કહી રહ્યા છે. તેના કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં વધુ ગરમી, દુષ્કાળ અથવા ભારે વરસાદ પડી શકે છે. શિકાગો યુનિવર્સિટીની ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના સંશોધકોના જણાવ્યા મુજબ, આ અલ નીનોને કારણે જૂન 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન વિશ્વભરમાં આશરે 4.51 લાખ વધારાના મોત થઈ શકે છે.

8. પાટીદારોમાં દીકરીઓની ઘટ પર મથુર સવાણીનો ટોણો: સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે મથુર સવાણીએ કહ્યું કે '40 વટાવેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ અને શક્તિસિંહની જેમ દેશ સેવા કરો; બીજો રસ્તો નથી.'

આ ઉપરાંત આજે ચાર રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવશે અને ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.