સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા: વીજ પોલ અને દુષ્કાળના મુદ્દે સરકાર પર પ્રહાર

મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા: વીજ પોલ અને દુષ્કાળના મુદ્દે સરકાર પર પ્રહાર

મોરબીના રાજપર રોડ પર કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં મોરબી જિલ્લાના અનેક ગામોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાનો હતો.

સભામાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ, સાંસદ ગેનીબેન ઠાકોર, લલિત વસોયા અને લલિત કગથરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

સભા દરમિયાન કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વીજ પોલ અને ઓછા વરસાદને લઈને સરકાર સામે મુદ્દા ઉઠાવ્યા હતા.

ખેડૂતોના પ્રશ્નો, વીજ પોલનો મુદ્દો અને ઓછા વરસાદને કારણે દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં આ સભા રાજકીય રીતે પણ ચર્ચામાં છે.