મોરબીના સનાળા-રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ખેડૂતોને વીજપોલ માટે જમીનના પૂરતા વળતર સહિત અનેક પ્રશ્નો છે. સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા હતા.
માજી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ, પ્રતાપભાઈ દુધાત, મહામદજાવિદ પીરઝાદા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘાર અને મનોજભાઈ પનારા પણ ઉપસ્થિત હતા.
આગેવાનોએ સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અને વીજપોલ સામે પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોના હિતમાં આ માંગ કરાઈ છે.