રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ધીમે-ધીમે તે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં નબળું પડતું આખા દેશમાંથી વિદાય લેશે. દેશના લગભગ અડધા જિલ્લાઓમાં વરસાદનો ક્વોટા હજુ પણ અધૂરો છે.
આ વખતે ક્યાં કેટલો વરસાદ પડ્યો, તેની આપણા જીવન પર કેટલી અસર થઈ અને શું આવનારા દિવસોમાં વરસાદનો ક્વોટા પૂરો થશે; વિદાય લઈ રહેલા ચોમાસાની સંપૂર્ણ કહાની, મન્ડે મેગા સ્ટોરીમાં…
દેશના 45% જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. 10 વર્ષ પહેલાં આવી સ્થિતિ સર્જાઈ ત્યારે ટ્રેન દ્વારા પાણી પહોંચાડવું પડ્યું હતું. આ વખતે શું થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી.