સત્ય. સાહસ. સંકલ્પ.

ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, હવે 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, હવે 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા

રાજ્યમાં ચોમાસાની સત્તાવાર વિદાયનો તબક્કો શરૂ થઈ ગયો છે. કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. આ સાથે રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ વરસાદ મુખ્યત્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડી શકે છે. ચોમાસાની વિદાય બાદ પણ સ્થાનિક સ્તરે વરસાદની સંભાવના હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

ચાલુ ચોમાસની સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં આશરે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. તેમ છતાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ્સના કારણે અચાનક વરસાદ પડી શકે છે, જે ખેડૂતો અને સામાન્ય જનજીવન બંને માટે મહત્વપૂર્ણ છે.