સત્ય. સાહસ. સંકલ્પ.

IPL ફાઇનલમાં ધોનીને આઉટ કરનાર મોહિત શર્મા હવે CSKનો બોલિંગ કોચ

IPL ફાઇનલમાં ધોનીને આઉટ કરનાર મોહિત શર્મા હવે CSKનો બોલિંગ કોચ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2027ની તૈયારી શરૂ કરી દીધી છે અને કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર મોહિત શર્માને ટીમનો નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 2023ની IPL ફાઇનલમાં મોહિત શર્માએ CSKના કેપ્ટન MS ધોનીને પહેલા જ બોલે આઉટ કર્યો હતો. હવે તે જ CSKના કોચિંગ સ્ટાફમાં પરત ફર્યો છે.

અહેવાલો અનુસાર, હેડ કોચ ઝહીર ખાને મોહિતની નિમણૂક માટે ભલામણ કરી હતી અને CSK મેનેજમેન્ટે તેને મંજૂરી આપી છે. મોહિત શર્મા અગાઉ CSK માટે રમી ચૂક્યો છે. તેણે 2013માં CSK માટે ડેબ્યૂ કર્યું હતું અને 2015 સુધી ફ્રેન્ચાઇઝી સાથે રહ્યો હતો. ત્યારબાદ 2019માં તે ફરી CSKમાં પરત ફર્યો અને તેણે CSK માટે કુલ 48 મેચમાં 58 વિકેટ ઝડપી હતી.

IPL 2023માં મોહિત શર્મા ગુજરાત ટાઇટન્સ (GT) ટીમનો ભાગ હતો અને તે સિઝનમાં GT અને CSK વચ્ચે ફાઇનલ રમાઈ હતી. ફાઇનલની 18મી ઓવરના પહેલા જ બોલે મોહિતે MS ધોનીને આઉટ કર્યો હતો. જોકે, અંતે રવીન્દ્ર જાડેજાના છેલ્લા બોલના ચોગ્ગાથી CSK ચેમ્પિયન બન્યું હતું.

મોહિત શર્માએ ડિસેમ્બર 2025માં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તે CSKના બોલિંગ કોચ તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે.