સત્ય. સાહસ. સંકલ્પ.
⚡ આ સ્ટોરીનું નવું અપડેટ ઉપલબ્ધ છે: મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, વેપાર-સંરક્ષણ સહિત કેટલાક મુદ્દાઓ →

મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત: વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી પર ચર્ચા

મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત: વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના મહત્વના ક્ષેત્રોની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીતની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઈ. અમે વેપાર, સંરક્ષણ, ઉર્જા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં આપણા પરસ્પર સહયોગની સમીક્ષા કરી. અમે આપણી 'કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' (વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી) ને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવી રાખવા પર સહમત થયા છીએ.'

આ ઉપરાંત, બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. વાતચીતમાં વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને દેશોની ભાગીદારીને આગળ વધારવા માટે નિરંતર સંપર્ક અને નજીકના સંકલન પર સંપૂર્ણ સહમતી દર્શાવવામાં આવી છે.