સત્ય. સાહસ. સંકલ્પ.

મનીલામાં મોદીએ જમીન પર પડેલા તિરંગાના માર્કરને ઉઠાવીને ખિસ્સામાં મૂક્યું, ટ્રમ્પે કહ્યું 'સાચવીને રાખજો'

મનીલામાં મોદીએ જમીન પર પડેલા તિરંગાના માર્કરને ઉઠાવીને ખિસ્સામાં મૂક્યું, ટ્રમ્પે કહ્યું 'સાચવીને રાખજો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર દર્શાવ્યો છે. ફિલિપીન્સની રાજધાની મનીલામાં યોજાયેલી ક્વોડ (QUAD) શિખર બેઠક દરમિયાન ગ્રુપ ફોટોગ્રાફી વખતે તેમણે જમીન પર પડેલા ભારતીય તિરંગાના નિશાનવાળા માર્કરને ઉઠાવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે વડાપ્રધાન મોદી નીચે નમીને તિરંગાના પ્રતીકવાળું કાર્ડ ઉપાડે છે અને ખિસ્સામાં રાખે છે. આ ક્ષણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર હતા.

મોદીના આ પગલા પર ટ્રમ્પે તરત જ પ્રતિક્રિયા આપીને કહ્યું, "આને સાચવીને રાખજો." બંને નેતાઓ વચ્ચેની આ ટૂંકી વાતચીત પણ વીડિયોમાં કેદ થઈ ગઈ છે. મોદીએ આ પગલું ભરતી વખતે કહ્યું હતું કે, "હું આને જમીન પર ન રાખી શકું."

આંતરર્ષ્ટ્રીય સંમેલનોમાં ગ્રુપ ફોટો માટે નેતાઓની ઉભા રહેવાની જગ્યા નક્કી કરવા આવા માર્કરનો ઉપયોગ થાય છે. મોદીનું આ પગલું રાષ્ટ્રધ્વજ પ્રત્યેના તેમના આદરને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) શિખર બેઠક દરમિયાન પણ મોદીએ આવું જ કર્યું હતું. તેમણે ભારતીય તિરંગાના પ્રતીકવાળા પોઝિશન માર્કરને ઉઠાવીને પોતાની પાસે રાખ્યું હતું. તે સમયે પણ આ ઘટના ચર્ચામાં રહી હતી.

ક્વોડ બેઠકમાં ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ "ટફ માણસ" છે. આ ઉપરાંત ટ્રમ્પે ઈરાન અંગે નિવેદન આપતાં કહ્યું કે ઈરાન એક "પાગલ દેશ" છે અને તેને પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં.