સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીએ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ સાથે મુલાકાત કરી, આબોહવા અને વેપાર સહકાર પર ચર્ચા

પીએમ મોદીએ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ સાથે મુલાકાત કરી, આબોહવા અને વેપાર સહકાર પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વેલ્સના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે 'અર્થશોટ પ્રાઇઝ' દ્વારા આબોહવા ઉકેલોને પ્રોત્સાહન આપવા અને ભારતીય વિચારોને વૈશ્વિક સ્તરે રજૂ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને ભારત-યુકે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અને તાજેતરના વેપાર કરારથી મળેલી ગતિ પર નિર્માણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'આખી દુનિયામાં પર્યાવરણ અને આબોહવાને બચાવવા માટે કરવામાં આવી રહેલા નવીન અને અસરકારક કાર્યને પ્રોત્સાહન આપવા બદલ હું અર્થશોટ પ્રાઇઝની પ્રશંસા કરું છું. આ સાથે દુનિયાની પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલમાં ભારતની પ્રતિભાઓ અને ઈનોવેશનને દુનિયા સામે લાવવા માટેના આ પુરસ્કારની ભૂમિકા ખૂબ ખાસ છે.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'તેમના રોયલ હાઈનેસ પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સને મળીને આનંદ થયો. હું અર્થશોટ પ્રાઇઝના પ્રયાસોની પ્રશંસા કરું છું. ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને તાજેતરમાં અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરારની ગતિ પર નિર્માણ કરવા માટે હું આતુર છું.'