સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સ સંમેલનમાં મોદી-પેઝેશ્કિયાનની હાથ મિલાવવાની તસવીરે ચર્ચા જગાવી, ટ્રમ્પની ચેતવણી વચ્ચે ભારતનો સ્પષ્ટ સંદેશ

બ્રિક્સ સંમેલનમાં મોદી-પેઝેશ્કિયાનની હાથ મિલાવવાની તસવીરે ચર્ચા જગાવી, ટ્રમ્પની ચેતવણી વચ્ચે ભારતનો સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હીમાં યોજાયેલા 18મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે હાથ મિલાવ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. પશ્ચિમી દેશો ઈરાન પર દબાણ લાવી રહ્યા છે ત્યારે ભારતે ઈરાન સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવી રાખી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે બ્રિક્સ દેશો ડોલરને પડકારશે તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો પણ લાદ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં ભારત-ઈરાન વચ્ચેની આ નિકટતા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ તસવીરમાં ભારત અને ઈરાન ઉપરાંત રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા પણ સાથે જોવા મળે છે. આ દ્રશ્ય ગ્લોબલ સાઉથના દેશોની એકતા દર્શાવે છે.

ઈરાન સાથેના ભારતના સંબંધો પાછળ વ્યાપારી અને સુરક્ષા સંબંધિત કારણો છે. ચાબહાર બંદર પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને રશિયા સુધી માલસામાન પહોંચાડવામાં મદદરૂપ છે. 7,200 કિલોમીટર લાંબો ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) અને ઊર્જા સુરક્ષા પણ બંને દેશો વચ્ચેના સહયોગના મહત્વના પાસાં છે.

બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં વર્તમાન વૈશ્વિક સંઘર્ષોનો ઉકેલ વાતચીત દ્વારા શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દરિયાઈ વ્યાપાર, જહાજો અને નાવિકોની સુરક્ષા તેમજ મુક્ત વૈશ્વિક વેપાર પર પણ સહમતી દર્શાવવામાં આવી હતી.