સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણાના વડનગરમાં મોદીના જન્મદિવસે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કરી આરતી, હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા

મહેસાણાના વડનગરમાં મોદીના જન્મદિવસે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કરી આરતી, હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના જન્મસ્થળ વડનગરમાં ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ભાગ લીધો હતો.

આરતી બાદ શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં અમિત શાહ, હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મંદિરે પહોંચતાં જ ડમરુના નાદ સાથે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમિત શાહની હાજરીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાન હેઠળ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ‘વડનગરથી વારાણસી’ બાઇક રેલીને અમિત શાહે લીલી ઝંડી આપી હતી.