નવરાત્રીના પાંચમા દિવસે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ગરબા મેદાનોમાં ખેલૈયાઓની ભીડ જોવા મળી. લોકોએ મોડી રાત સુધી ગરબે રમ્યા હતા.
વડોદરામાં યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા મિત્ર ગઢવી ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. તેમની હાજરીથી મેદાનમાં ઉત્સાહ વધી ગયો હતો અને ખેલૈયાઓએ પણ તેમની સાથે ગરબા રમ્યા હતા.
વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટના ગરબા મેદાનોમાં પણ ખેલૈયાઓની ભીડ જોવા મળી હતી. શહેરોમાં નવરાત્રીના આયોજનને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.